/*----------------------------------------------------- Script for AdSense -----------------------------------------------------*/ /* */ /* Footer ----------------------------------------------- */ #footer { clear: both; text-align: center; color: #333333; } #footer .widget { margin:.5em; padding-top: 20px; font-size: 85%; line-height: 1.5em; text-align: left; } /** Page structure tweaks for layout editor wireframe */ body#layout #header { width: 750px; } -->

Sunday, June 28, 2009

ન-નામી

મૂર્ખને મુક્તિ મળે, એ પણ નકામી હોય છે એની આઝાદી તો ઈચ્છાની ગુલામી હોય છે દૃશ્ય જે દેખાય છે, એવું જ છે, એવું નથી આપણી દૃષ્ટિમાં પણ ક્યારેક ખામી હોય છે.આંખના કાંઠે તો બસ બે-ચાર બિન્દુ ઊભરે મનના દરિયે જ્યારે એક આખી ત્સુનામી હોય છે સૂર્ય શો હું, આથમીને, સત્ય એ સમજી શક્યો માત્ર ઉગતા સૂર્યને સૌની સલામી હોય છે નામ પાછળ જિંદગીભર દોડવું એળે જશે આખરે જે જાય છે એ તો “ન-નામી” હોય છે

No comments: